Morbi,તા.31
શહેરના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિક ડ્રમમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૮૪૮ કીમત રૂ ૨.૫૪ લાખ સહીત પોલીસ કુલ ૨.૫૭ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત એલસીબી અને સ્થાનિક પોલીસ ટીમે હળવદ અને મોરબી શહેરમાંથી દારૂનો મુદામાલ કબજે લઈને તપાસ ચલાવી છે
દિવાળી પર્વ નિમિતે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૦૫ માં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પ્લાસ્ટિક ડ્રમમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય જે દારૂ મોબાઈલ નંબર ૮૪૦૧૧ ૫૯૨૮૭ વાળાએ મંગાવ્યો હોવાની બાતમી મળતા ટીમે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે બેગ પાઈપર વ્હીસ્કી બોટલ નંગ ૧૬૮ કીમત રૂ ૮૪,૦૦૦ અને એન્ટીકયુંટી બ્લુ વ્હીસ્કી બોટલ નંગ ૬૮૦ કીમત રૂ ૧.૭૦ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂની બોટલ નંગ ૮૪૮ અને પ્લાસ્ટિક ડ્રમ નંગ ૦૭ કીમત રૂ ૩૫૦૦ સહીત કુલ રૂ ૨,૫૭,૫૦૦ નો મુદામાલ કબજે લઈને મોબાઈલ વાપરનાર વ્યક્તિ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બીજી રેડમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ જીજે ૩૬ વી ૦૪૧૭ માંથી દારૂ બીયરનો જથ્થો ઝડપી લીધો હતો બોલેરોમાં રાખેલ બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૩૬, 8 PM વ્હીસ્કી નંગ ૧૪૪, ગ્રીન લેબલ વ્હીસ્કી નંગ ૧૬૮, બ્લેન્ડર પ્રાઈમ વ્હીસ્કી નાની બોટલ નંગ ૪૮, રોયલ સ્ટગ વ્હીસ્કી નંગ ૯૩ મળીને કુલ દારૂની નાની મોટી બોટલ નંગ ૪૮૯ કીમત રૂ ૨,૫૨,૨૪૬ અને કિંગ ફિશર બીયર ટીન નંગ ૨૫૨ કીમત રૂ ૨૫,૪૫૨ સહીત ૨.૭૭ લાખનો દારૂ અને બોલેરો કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૫,૭૭,૬૯૮ નો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન બોલેરો ચાલક હાજર મળી આવ્યો ના હોય જેથી હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ત્રીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે વિસીપરા અમરેલી રોડ પર રેડ કરી હતી જ્યાં આરોપી રોહિત અગેચણીયાના મકાન સામે બાવળની જાળીમાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૧૨૦, બીયર ટીન નંગ ૯૬ અને વોડકાની નાની બોટલ નંગ ૮૦ સહીત કુલ રૂ ૮૬,૩૬૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચણીયા રહે વિસીપરા અમરેલી રોડ વાળો હાજર મળી આવ્યો ના હોય જેથી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે