Morbi,તા.27
અમરાપર ગામે આવેલ બોરીયાપાટી સીમમા વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે ઠંડો આથો, ભઠ્ઠીના સાધનો સહીત ૫૦ હજારથી વધુના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરાપર ગામની બોરિયાપાટી સીમમાં આરોપી દિનેશ આય્દાન ગરચરની વાડીમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ઠંડો આથો ૨૦૩૦ લીટર, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૫૦,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી નરેશ રમણ નાયક રહે હાલ અમરાપર મૂળ રહે છોટા ઉદેપુર વાળાને ઝડપી લીધો છે રેડ દરમીયાન આરોપી દિનેશ આયદાન ગરચર મળી આવ્યો ના હતો જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે