Morbi,તા.21
શહેરના અમરેલી રોડ પર આવેલ નેક્ષસ સિનેમા પાસેથી આધેડનો મોબાઈલ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ગત જુન માસમાં મોબાઈલ ચોરી થયો હતો અને હવે છ માસ બાદ બહાદુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ધ્રાંગધ્રા હળવદ રોડ જડેશ્વર સોસાયટીના રહેવાસી નરેશકુમાર ખુશાલભાઈ મકવાણા (ઉ.વ.૪૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગત તા. ૧૮-૦૬-૨૪ ના રોજ સાંજે મોરબીના અમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સિનેમા સામે આવ્યા હતા ત્યારે ૧૯ હજારની કિમતનો મોબાઈલ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે જોકે છ માસ બાદ ચોરીની ફરિયાદ કેમ નોંધાઈ છે તે પણ વિચારવા જેવું છે