Morbi,તા.27
શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં દુકાન ભાડેથી આપી હોય જેનું ભાડું માર્ચ ૨૦૨૩ સુધી આપ્યા બાદ ભાડું આપ્યું ના હતું અને દુકાન ખાલી નહિ કરી ગેરકાયદે કબજો કરતા દુકાન પચાવી પાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રવાપર રોડ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા કૌશિક શાંતિલાલ અમૃતિયાએ આરોપી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરીયા રહે મોરબી વાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની માલિકીની મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં બનાવેલ ડી શોપિંગમાં આવેલ દુકાન નં ડી ૧૪ જે ૧૯.૫૦ સ્ક્વેર મીટર ભાડે આપેલ હોય જે આરોપી ભુપેન્દ્ર જેતપરીયાએ માર્ચ ૨૦૨૩ સુધી ભાડું આપ્યું હતું અને બાદમાં કોઈ ભાડું આપ્યું ના હતું અને દુકાન ખાલી નહિ કરી દુકાનમાં ગેરકાયદે કબજો ચાલુ રાખી દુકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે