Morbi,તા.31
ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થવા પામી હતી જેમાં યુવાન સહીત બે વ્યક્તિને ઈજા પહોંચતા બનાવ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે
મોરબી યદુનંદન પાર્ક શેરી નં ૦૨ માં રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાને આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે સનાળા બાયપાસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ઇન્દ્રજીતસિંહે દેવેન્દ્રસિંહને ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થઇ હતી જેથી આરોપી દેવેન્દ્રસિંહે ઘાતુની મૂઠ વડે ફરિયાદીને માથામાં કપાડના ભાગે મારી ગાળો અપાઈ ઢીકા પાટું માર માર્યો હતો
જયારે સામાપક્ષે દેવેન્દ્રસિંહ જાડેજાએ આરોપી ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે બંને યદુનંદન પાર્ક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી કરી આરોપી પિતા પુત્રએ દેવેન્દ્રસિંહને ગાળો આપી લાકડીના ધોકા વડે માથામાં અને શરીરે મારી, ગાળો આપી ઢીકા પાટૂ માર માર્યો હતો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે