Morbi તા.૨૩
ગાળા ગામના પાટિયા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલક કેબીનમાં દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામના રહેવાસી વિજયભાઈ દયાળજીભાઈ શેખવાએ ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ અરવિંદભાઈ શેખવા (ઉ.વ.૩૨) શિવ શક્તિ રોડવેઝનું ડમ્પર લઈને મોરબીથી માળિયા તરફ જતા હતા ત્યારે ગાળા ગામના પાટિયા પાસે ટ્રક કન્ટેનર સાથે ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસત્મામ ફરિયાદીના ભાઈ અરવિંદભાઈ ડમ્પરની કેબીનમાં અંદર દબાઈ જતા બંને પગ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટ્રક ચાલક કન્ટેનર ટ્રક મૂકી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે