Morbi,તા,30
જાંબુડિયા ગામની સીમમાં મોપેડમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧૮,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાંથી સુઝુકી એક્સેસ મોટરસાયકલને રોકી તલાશી લેતા દેશી દારૂ ૧૬ લીટર કીમત રૂ ૩૨૦૦ મળી આવતા પોલીસે મોપેડ અને દેશી દારૂ સહીત રૂ ૧૮,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યાસીન અબ્બસ ખોડ અને નુરઅલી મુસા મકરાણી એમ બેને ઝડપી લીધા છે મહિલા આરોપી યાસ્મીનાબેન ઉર્ફે આરતીબેન સંજયભાઈ અગેચણીયાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે