Morbi,તા,30
ધરમપુર ગામની સીમમાંથી ૩૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન રોડ પર પડી જતા ડમ્પરનો ટાયરનો જોટો શરીર પર ફરી વળતા મોત થયું હતું
મોરબીના આમરણ (ડાયમંડનગર) ના રહેવાસી લાલજીભાઈ છગનભાઈ ગાંભવા (ઉ.વ.૫૯) વાળાએ ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫ ના રોજ ફરિયાદીના પુત્ર સંદીપભાઈ લાલજીભાઈ ગાંભવા (ઉ.વ.૩૩) વાળા પોતાનું હોન્ડા સાઈન બાઈક લઈને ધરમપુર ગામના પાટિયા નજીકથી જતા હતા ત્યારે ટ્રક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લઈને રોડમાં પાડી દીધું હતું તેમજ ડ્રાઈવર સાઈડનો પાછળનો ટાયરનો જોટો સંદીપ ગાંભવાના શરીરે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે