Morbi,તા,30
ધરમપુર ગામ નજીક અલ્ટો કારમાંથી દારૂની ૩૦ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર સહીત ૮૩,૨૧૦ નો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે જયારે એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધરમપુર ગામ પાસે આવેલ નાલા પાસેથી અલ્ટો કાર ઝડપી લીધી હતી જે કારમાંથી દારૂની ૩૦ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કીમત રૂ ૩૩,૨૧૦ અને કાર કીમત રૂ ૫૦ હજાર સહીત કુલ રૂ ૮૩,૨૧૦ નો જથ્થો કબજે લઈને આરોપી અર્કીત અરૂણભાઈ રાઠોડ અને વીરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા એમ બેને ઝડપી લીધા છે અન્ય આરોપી મયુર બટુકભાઈ વાઘેલા રહે મોરબી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે