Morbi,તા.31
મોરબી પંથકમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે હાલ દિવાળીના સપરમાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે તહેવારોની મોસમમાં દિવાળી પૂર્વે નવા બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે પાંચ ઇસમોને પોલીસે તલવાર અને છરી જેવા હથિયારો સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા બસ સ્ટેન્ડ પાસેથી આરોપીઓ ચિરાગ નીલેશ ગૌસ્વામી, રહીમ ઇશાક નોતિયાર, રફીક ઇશા નોતિયાર, સીદીક ગફુર માણેક અને અલ્તાફશા ગુલાબશા શાહમદાર રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને એક તલવાર, ચાર છરી સહિતના હથિયારો કબજે લઈને જી.પી.એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે