Morbi,તા.04
પંચાસર રોડ પર આવેલ ઉમિયા માર્કેટ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ઉમિયા માર્કેટ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રોહિત ઉર્ફે જીગો શંકરભાઈ કૈલા અને અસ્લમ અનવર માડકીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે