Morbiતા.૧૮
પાનેલી ગામે ડુંગળીના પાકનું વાવેતર કર્યું હોય જે ખેતરમાં ગાયો ભેંસો છુટા મૂકી ભેલાણ કરી ચરાવી ખેતરમાં નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના પાનેલી ગામે રહેતા મહાદેવભાઈ ડાયાભાઇ ડાભી (ઉ.વ.૩૬) વાળાએ આરોપી મુન્ના રાણા ભરવાડ રહે પાનેલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજીની માલિકીની પાનેલી ગામના ફારસ પાર્ટી તરીકે ઓળખાતી સીમના સર્વે નંબર ૧૧૪/૨ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૪૮-૫૬ આશરે ચાર વીઘા ખેતીની જમીનમાં ડુંગળીના વાવેતર માટે રોપા અને ડુંગળીના ભમરાના ઉભા છોડના પાકમાં તેમજ કપાસના પાકમાં આરોપી મુન્ના ભરવાડે પોતાના પંદર માલઢોર ગાયો ભેંસો છુટા મૂકી ભેલાણ કરી ચ્રાવ્યા હતા જેથી ઢોરે ખેતર ખુંદી નાખી નુકશાન કર્યું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે