Morbi,તા.13
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતો યુવાન આર્થિક સંકડામણથી કંટાળી જઈને મકનસર નજીક ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
માટેલ ગામે રહેતા દિનેશભાઈ સોમાભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા. ૧૧ ના રોજ રાત્રીના સુમારે મકનસર ગામ નજીક ડેમુ ટ્રેન હેઠળ પડતું મુક્યું હતું અને ટ્રેનમાં આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી હતી જેમાં મૃતક દિનેશભાઈ ચાવડા રીક્ષા ડ્રાઈવિંગ કરતા હતા અને આવકથી ઘરનું ગુજરાન બરોબર ચાલતું ના હતું જેથી આર્થિક સંકડામણની ચિંતા અને માનસિક તણાવમાં આવી યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે