Morbi,તા.11
શહેરના મૂનનગર વિસ્તારમાં આવેલ પરમ વૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી મોડી રાત્રીના સમયે આગ ભભૂકી ઉઠતા ફાયર ટીમો દોડી ગઈ હતી
મોરબીના મૂનનાગર વિસ્તારમાં આવેલ પરમ વૂડ પ્રોડક્ટ નામના કારખાનામાં આગ લાગી હતી લાકડાની ચીજવસ્તુઓ બનાવતા કારખાનામાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું બનાવને પગલે મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી કારખાનામાં લાગેલી આગની ઝપેટમાં અન્ય એક મકાન આવી જતા મકાનમાં પણ નુકશાન થવા પામ્યું હતું રાત્રીના અંદાજે ૧૨ વાગ્યાના અરસામાં લાગેલી આગ પર વહેલી સવારે કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તો કારખાનામાં કેટલું નુકશાન થયું તે હાલ સ્પષ્ટ નથી