Morbi,તા.17
શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી એક ઇસમ કારમાં ધારિયું અને પાઈપ લઈને આવી યુવાનને ગંભીર ઈજા પહોંચાડી તેમજ મિત્રને ધારિયા વડે હાથે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના પંચાસર રોડ પર ભારતપરા 1 માં રહેતા જુબેર ઉર્ફે બબુડો મહેબુબ માયક (ઉ.વ.25) નામના યુવાને આરોપી શાહરૂખ ઘાંચી રહે મિલન પાર્ક વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જુબેર અને તેનો મિત્ર વિશાલ ભૂપત સુરેલા બંને બાઈક લઈને શાક માર્કેટમાં ફ્રુટ લઈને લાતીપ્લોટમાં થઈને જતા હતા ત્યારે આરોપી શાહરૂખ ઘાંચી સાથે અગાઉ સામું જોવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપી શાહરૂખ પોતાની સ્વીફ્ટ ગાડી લઈને આવી લોખંડ ધારિયું કાઢી ફરિયાદી સાથે ગાળાગાળી કરી લોખંડ ધારિયા વડે હાથના ખંભાના ભાગે ફ્રેકચરની ગંભીર ઈજા કરી હતી તેમજ પીઠના પાછળના ભાગે ઈજા કરી હતી અને મિત્ર વિશાલને ધારિયા વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે