Morbi,તા.28
મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર નજીક રહેતા ઇસમના ઘરે રેડ કરી પોલીસે દારૂની ૩૬ બોટલ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે જયારે એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સર્કીટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢોરે રહેતા આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયા (ઉ.વ.૩૫) વાળાના મકાનમાં રેડ કરી હતી જ્યાં મકાનમાંથી દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ ૨૦,૨૩૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી દિનેશ પુરબીયાને ઝડપી લીધો છે જે દારૂનો જથ્થો આપી જનાર આરોપી અનવર મુસાભાઈ કુરેશી રહે મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે