Morbiતા.૧૮
શહેરના વિસીપરા રણછોડનગર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ૧.૦૫ લાખની કિમતનો ૧૫૬ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ રહેતા આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૧૫૬ કીમત રૂ ૧,૦૫,૨૫૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે