Morbiતા.૧૮
વિસીપરામાં રહેતા ઇસમના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૩૨ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી હાજર મળી ના આવતા વધુ તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિજયનગર રોડ પર આરોપી મકબુલ રસુલ ભટ્ટીના મકાનમાં દારૂની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૩૨ કીમત રૂ ૧૭,૯૫૨ નો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી મકબુલ ભટ્ટી મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે