Morbi,તા.28
શકત શનાળા ગામના રહેવાસી ૬૫ વર્ષીય વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના શકત શનાળા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૬૫) નામના વૃદ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતક વૃદ્ધ શ્વાસની બીમારીથી પીડાતા હોય જેથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે