Morbiતા.૨૬
વીજપોલ ઉખડી ગયો, બેંકના શટરને પણ નુકશાન થયુંકારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચ્યાની માહિતી
જીલ્લામાં છાશવારે બાઈક સ્ટંટના વિડીયો વાયરલ થતા હોય છે અને પુરઝડપે વાહન ચલાવવાનો શોખ ક્યારેક અન્યના જીવને જોખમમાં મુક્ત હોય છે તો મોરબીમાં ગત રાત્રીના પુરઝડપે જતી કાર વીજપોલ સાથે અથડાયા બાદ કાર બેંકના શટરમાં ઘુસી ગઈ હતી
શહેરના શનાળા રોડ પરથી એક કાર પુરઝડપે જતી હોય અને કોઈ કારણોસર વીજપોલ સાથે અથડાઈ હતી જે ટક્કર એટલી ભયંકર હતી કે વીજપોલ જમીનમાંથી ઉખડી જવા પામ્યો હતો અને વીજપોલ સાથે કાર અથડાયા બાદ કાર નજીકમાં આવેલ ધી મહેસાણા અર્બન કો.ઓપ બેંકના શટરમાં ઘુસી જવા પામી હતી કારની ઝડપ કેટલી હશે એ વાત પરથી અંદાજ લગાવી સકાય કે વીજપોલ જમીનમાંથી ઉખડી ગયો હતો અને બેન્કના શટરને પણ ખાસ્સું નુકશાન પહોંચ્યું હતું કારમાં ત્રણ વ્યક્તિ સવાર હોય જેને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે