Morbi,તા.13
શોભેશ્વર રોડ પર પ્રતિબંધિત ૧૭ ચાઇનીઝ ફીરકી સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર રહેતા આરોપી દિનેશ તુલસી ડાભીના મકાનમાં ચાઇનીઝ ફીરકી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી નંગ ૧૭ કીમત રૂ ૧૧,૦૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે