Morbi તા.૨૦
પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં રેગીંગની ઘટના બની હતી જેને પગલે મોરબીની મેડીકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનોખી રીતે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા પાટણની ધારપુર મેડીકલ કોલેજની રેગીંગની ઘટનાને વખોડી કાઢી હતી તેમજ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને વિરોધ નોંધાવવા માટે મેડીકલ કોલેજ મોરબી ખાતે સિગ્નેચર કેમ્પેન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રેગીંગની ઘટનાનો વિરોધ કર્યો હતો