Morbiતા.૨૦
સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલ પાસેથી થોડા દિવસોમાં જ ત્રણ બાઈક ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઈક ચોરી થયા છે જેમાં શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંદ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૧૧ ના રોજ રાત્રીના ૧૨ થી ૧૨ : ૩૦ ના સમય દરમિયાન બાઈક કીમત રૂ ૨૫ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી ગયો છે જયારે પીપળી ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૧૦ ના રોજ બપોરે ફરિયાદીનું બાઈક કીમત રૂ ૨૦ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે જયારે ત્રીજી ફરિયાદમાં મહેન્દ્રનગર ગામે રહેતા ભાવેશકુમાર અઘારાએ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮-૧૦ ના બપોરના સમયે ફરિયાદીનું બાઈક કીમત રૂ ૩૫ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય બાઈક ચોરીના બનાવની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે