Morbi,તા.03
ઘૂમંતુ માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર પશુની તસ્કરીના બનાવો બને છે જે મામલે આજે માલધારી વિકાસ સંગઠન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી છે
માલધારી વિકાસ સંગઠને આવેદનમાં જણાવ્યું છે કે ઘૂમંતુ માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરાનો નિભાવ કરવા માટે જતા હોય છે અવારનવાર પશુઓની તસ્કરી કરી હેરાન પરેશાન કરવામાં આવે છે તેવી માલધારીઓની અનેક ફરિયાદો ઉઠી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ખાસ કરીને સુરેન્દ્રનગર-મોરબી જીલ્લામાં તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે જેથી માલધારીઓને ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવા કડક કાર્યવાહી કરવા માંગ કરી છે તસ્કરોને પકડવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતમાં માલધારીઓ અને માલધારી સંગઠનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે