Morbi,તા.11
મોરબીના ઉમિયાનગર પાસે મકાનની છત ભરતી વખતે ઉંચાઈથી નીચે પડી જતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની પપ્પુ બહાદુરભાઈ ભુરીયા (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૨૪-૧૨-૨૪ ના રોજ ઉમિયાનગર સિરામિક સીટી પાછળ મોરબી ૨ ખાતે મકાનની છત ભરતા હતા ત્યારે ઉંચાઈ પરથી પડી જતા ઈજા પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે