Morbi,તા,23
મોરબીના ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલક વિરુદ્ધ સગીરાની જાતીય સતામણીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે ટ્યુશન કલાસીસ સંચાલકે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્યુશન ક્લાસની ફી બાકી હોવા અને સમયસર આવવા બાબતે ઠપકો આપતા આઠ ઇસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના ઋષભનગરમાં રહેતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ સગીર વયની વિદ્યાર્થીનીના પરિવારજનો, અજાણ્યા ઇસમ સહિતના આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ઓરીએન્ટલ કલાસીસના સંચાલક છે જેના ટ્યુશનમાં વિદ્યાર્થીની આવતી હતી જેની ટ્યુશન ફી બાકી બાબતે અને ક્લાસમાં સમયસર આવવા અંગે ઠપકો આપ્યો હતો જે સારું ના લાગતા આરોપીઓએ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ઓરીએન્ટલ ટ્યુશન કલાસીસ ખાતે આવી ઢીકા પાતું માર મારી ગાળો આપી ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે