Morbi, તા.2
મોરબી નજીકના શનાળા ગામે આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા વૃદ્ધ રૂમમાં હતા અને રૂમમાં કોલસાની સગડી ચાલુ રાખી હતી અને સુતા હતા દરમિયાન રૂમનો દરવાજો બંધ હોવાથી ધુમાડાના લીધે રૂમમાં તેઓ બેભાન થઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં દેવ શ્રી પેલેસ ફ્લેટ નં-502 માં રહેતા કાંતિલાલ રૂપચંદભાઈ કોઠારી (75) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરની અંદર ફ્લેટમાં હતા અને ત્યાં રૂમમાં કોલસાની સગડી ચાલુ રાખી હતી અને રૂમમાં સુતા હતા.
દરમિયાન રૂમ બંધ હોય રૂમની અંદર ધુમાડાના લીધે ગુંગણામણના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની મૃતકના દીકરા પારસ કાંતિલાલ કોઠારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.