Morbi તા.૧૦
મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડીને સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ બે દિવસ પહેલા ૭ પીએસઆઈ અને ૧૮ પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી તો હવે વધુ ૨૦૮ પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
જેમાં એ ડિવિઝનમાંથી ૩૭, બી ડિવિઝનમાંથી ૧૯, વાંકાનેર સિટીમાંથી ૨૩, વાંકાનેર તાલુકામાંથી ૨૦, ટંકારામાંથી ૧૮, મોરબી તાલુકામાંથી ૨૪, માળિયામાંથી ૨૦ અને હળવદમાંથી ૧૯ જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.