Morbi,તા.03
બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી પંથકમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે પોલીસ લોકદરબાર સહિતના કાર્યક્રમો કરે છે પરંતુ વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવી સકી નથી એક બાદ એક વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો નોંધાઈ રહી છે જેમાં ૬૨ વર્ષીય વૃદ્ધે લાખો રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજ અને મુદલ ચૂકવ્યા છતાં ધમકી આપ્યાની બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા રતિલાલ હરખજીભાઈ ફેફર (ઉ.વ.૬૨) નામના વૃદ્ધે આરોપીઓ નરેન્દ્ર રઘુવીરભાઈ રામાનુજ રહે મોરબી ઓમ શાંતિ સ્કૂલ પાછળ અને વિજય વશરામભાઈ હુંબલ રહે મોટા દહીંસરા તા. માળિયા (મી.) એમ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રતિલાલે આરોપીઓ પાસેથી રૂપિયા ૫ લાખ ૨૦ ટકા અને ૩ લાખ રૂપિયા ૨૫ ટકા વ્યાજે લીધા હતા ગત તા. ૦૧-૦૧-૨૦૧૭ થી તા. ૩૧-૧૨-૨૨ દરમિયાન રકમ લીધા બાદ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધી હતી છતાં બળજબરીપૂર્વક ચેકો લખાવી લઈને બંને આરોપીએ વ્યાજના રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે