Morbi તા.૨૬
શહેરની બુધવારી માર્કેટમાંથી બાળક ગુમ થતા બી ડીવીઝન પોલીસની શી ટીમે બાળકના માતાપિતાનો પત્તો મેળવી બાળક પરિવારને પરત સોપી સુખદ મિલન કરાવ્યું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસની શી ટીમ બુધવ અરે પેટ્રોલિંગમાં હોય દરમીયાન સાંજના સુમારે બુધવારી માર્કેટમાંથી આશરે ૫ વર્ષનું બાળક વાલીવારસ વિના મળી આવ્યું હતું જેથી બાળકના વાલીવારસને શોધવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈ પત્તો લાગ્યો ના હતો જેથી બાળકને પોલીસ સ્ટેશન લઇ આવી બી ડીવીઝનની સી ટીમે બાળકનો કબજો સંભાળી તપાસ કરી હતી બાળક ગુજરાતી ભાષામાં કાલીઘેલી ભાષામાં બોલતો હતો જેથી બાળકને સમજવાનો પ્રયત્ન કરી તેને સાથે રાખી વાલીઓને શોધવા કવાયત કરી ટૂંકા સમયમાં મોરબીના પાવડીયઆરી પાસે કોયો સિરામિકમાં કામ કરતા સેંઘાભાઈ શમસિંહભાઈ જોષી રહે જીવાપર તા. મોરબી વાળાને શોધી કાઢી ખાતરી કરી બાળક પરત સોપ્યું હતું જેથી પરિવારે પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો