Morbiતા.૨૦
માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ડબલ સવારી બાઈકમાં પિતરાઈ ભાઈઓ જતા હોય ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી છે
જોડિયા મોટાવાસ બંદર રોડ પર રહેતા જુસબ હારૂન કક્કલે સફેદ ફોર્ચ્યુનર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા જુબેર અને ફરિયાદીના ભત્રીજા હનીફ બંને બાઈક લઈને કચ્છ મોરબી હાઈવે પર પેટ્રોલ ભરી પરત આવતા હોય ત્યારે હાઈવે પર ઓનેસ્ટ હોટેલ પાસે ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર જુબેર અને હનીફને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે