Morbiતા.18
વનાળીયા સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષના યુવાન વહેલી સવારે પોતાના ઘરે પડી જતા ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું
મોરબીના સામાકાંઠે વનાળીયા સોસાયટીમાં રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.૩૯) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પડી જતા શરીરે ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે