Morbi,તા.૨૪
વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચે ચાલતા મનદુઃખમાં યુવાનની આઠ જેટલા શખ્સોએ હત્યા કરી હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જયારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે
કુવાડવા ખોડીયાર પાર્કમાં રહેતા કરશનભાઈ નગાભાઇ કરમુર (ઉ.વ.૪૩) વાળાએ આરોપીઓ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઈ મેર બોખીરા, તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૧ ના રોજ આરોપીઓએ ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં ફરિયાદીના ભાઈ સામતભાઈને રમેશભાઈ ચનાભાઈ સાથે ઝઘડો કરી બે કારમાં આવી હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા સહિતના આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં પોલીસે આરોપી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો હોથીભાઇ કારાવદરા અને ભરત ભીમાભાઇ મેરને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે