Morbi,તા.16
વસુંધરા ગામે નદી પાસે પગ લપસી જતા ૧૧ વર્ષની બાળકી નદીમાં ખાબકી હતી અને પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરના વસુંધરા ગામની રહેવાસી માનસી જગદીશભાઈ હાડગરડા (ઉ.વ.૧૧) નામની બાળકી વસુંધરા ગામના પાધરમાં બેનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા ગઈ હતી અને પગ લપસતા નદીના પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે