Morbi,તા,21
શહેરના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં રહેતા ઇસમના મકાનમાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાંડની ૫૦ બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ ગણેશનગર સોસાયટીમાં રહેતો અહેમદ મહમદ વડાવરીયા નામના ઇસમના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૫૦ કીમત રૂ ૧૬,૪૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે અન્ય આરોપી મકબુલ હનીર ચાનીયા રહે કાલિકા પ્લોટ મોરબી અને સાહિલ સીદીક ચાનિયા રહે કબીર ટેકરી મોરબી વાળાના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે