Morbi,તા.23
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર માટે અશોભનીય શબ્દો ઉચ્ચારીને ભારતીય નાગરિકો અને બંધારણનું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે આજે કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત રાજ્યપાલને આવેદન પાઠવી જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બંધારણ વિરુદ્ધની માનસિકતા દેશના સર્વોચ્ચ ગૃહમાં ઉજાગર થઇ છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તા. ૧૭ ડીસેમ્બરના રોજ રાજ્યસભામાં ડો. બાબા સાહેબ આંબેડકરની અવગણના કરીને કહ્યું કે આંબેડકર, આંબેડકર, આંબેડકર જે ભારતીય નાગરિકો તથા સંવિધાનના અપમાનજનક છે ડો. બાબા સાહેબ માટે આ પ્રકારનું નિવેદન ભારતના ગૃહમંત્રી તરફથી કરવામાં વ્યુ તેનાથી ડો. બાબા સાહેબ માટે પ્રેમ, સન્માન અને શ્રદ્ધા ધરાવતા તમામ ભારતીય નાગરિકોનું અપમાન છે જેથી બાબા સાહેબ વિશે આવા શબ્ડોળ ઉચ્ચારનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ કરી છે