Morbi,તા.13
મોરબીના ગાળા ગામના પાટિયા નજીક પૂર્વ પતિએ સાથે રહેવા દબાણ કરી પોતાની પૂર્વ પત્ની સાથે માથાકૂટ કરી માથામાં છરી વડે ગંભીર ઈજા પહોંચાડી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વિસીપરા કુલીનગર ૧ માં રહેતા હનીફાબેન સઈદુભાઈ જેડા (ઉ.વ.૩૦) નામની મહિલાએ આરોપી અબ્બાસ અબ્દુલ બુચડ રહે હાલ માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અબ્બાસ હનીફાબેનના જુના પતિ હતા બંને વચ્ચે છુટાછેડા થઇ જતા હનીફબેને બીજા લગ્ન કર્યા હતા અને બીજા પતિ ગુજરી ગયા હતા બાદમાં આરોપી અબ્બાસ સાથે રહેવા દબાણ કરતા હતા અને ગત તા. ૧૦ ના રોજ ગાળા ગામના પાટિયા પાસે સાથે રહેવાનું કહેતા પૂર્વ પત્નીએ ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને આરોપી અબ્બાસે માથામાં છરી મારી ગંભીર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે