Morbi,તા.13
નેસડા (ખા) ગામે એલસીબી ટીમે રેડ કરી લીમડાના ઝાડ પાસે ખુલ્લામાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રૂ ૩૭,૫૦૦ ની રોકડ જપ્ત કરી છે તો ત્રણ ઈસમો નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાના નેસડા (ખા) ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં લીમડાના ઝાડ પાસે જાહેરમાં જુગાર રમતા નારણ પ્રાગજી ભાડજા, ઓધવજી માધવજીભાઈ જીવાણી અને પ્રવીણભારતી નારણભારતી ગોસ્વામી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૩૭,૫૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપીઓ ઈબ્રાહીમ ગુલામ સંધી, મુકેશ ધીરૂ કોળી અને શૈલેશ સવજી ઘોડાસરા એમ ત્રણ નાસી ગયા હોવાથી ટંકારા પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે