Morbi તા.૧૪
વીરપર ગામ નજીક અકસ્માતના બે બનાવ બન્યા હતા જેમાં એક કાર ચાલકે ડીવાઈડરથી વણાંક લેતા સામેથી પુરપાટ આવતી કાર અથડાઈ હતી જયારે બીજા બનાવમાં ઓડી કાર અગનગોળો બની હતી
વીરપર ગામ નજીક ઓડી કારમાં કોઈ કારણોસર આગ લાગતા કાર બળીને ખાખ થઇ હતી ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક ઓડી કારમાં આગ લાગતા કાર અગનગોળો બની હતી જે બનાવની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો જયારે બીજા બનાવમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી જેમાં એક કારચાલકે વણાંક લીધો હતો ત્યારે સામેથી આવતી કાર જોરદાર અથડાઈ હતી જે બનાવમાં બંને કારમાં ભારે નુકશાન થયું હતું ક્રેટા કાર અને વેન્યુ કાર વચ્ચેની ટક્કરના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં અચાનક કાર ચાલકે વણાંક લેતા સામેથી સાચી દિશામાં આવતી કાર અથડાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બંને કારમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી