Morbiતા.૨૦
ટંકારાના લજાઈ નજીક રોડની સાઈડમાં કાર ઉભી રાખી બે મિત્રો ઉભા હોય ત્યારે પુરઝડપે આવતી કારના ચાલકે રોડની સાઈડમાં રાખેલ કાર પાછળ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બે યુવાનને ઈજા પહોંચી હતી જે પૈકી એક ઈજાગ્રસ્તનું મોત થયું હતું
મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કુલદીપભાઈ કિર્તીભાઈ છગાણી (ઉ.વ.૨૭) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે સફેદ કલરની કિયા કંપનીની કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી લજાઈથી મોરબી તરફ જતા રોડ પાસે ફરિયાદી કુલદીપ અને વિકાસભાઈને હડફેટે લઈને ઠોકર મારી પછાડી દઈને રોડની સાઈડમાં ઉભી રાખેલ સિયાજ ગાડી પાછળ ભટકાડી હતી જે અકસ્માતમાં ફરિયાદી કુલદીપને ઈજા પહોંચી હતી અને વિકાસભાઈને છાતી અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે