Morbi, તા.26
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઇ રહેલા યુવાનનું મોત નીપજયું હતું.
જાણવા મળતી માહિતી મુજબ પંચાસર ગામે રહેતો સંદીપભાઈ લાલજીભાઈ ગાંભવા (36) નામનો યુવાન જૂની આરટીઓ ઓફિસ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતના બનાવમાં સંદીપને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કુશ પોલિપેકમાં રહેતો શિવમભાઈ શિવશંકર વર્મા (16) નામનો સગીર ત્યાં હતો ત્યારે યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને માથાના ભાગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
અકસ્માત
મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ અર્જુનનગર ગામ પાસે બાઇક સ્લીપ થતાં પડધરી ગામનો અરબાઝ રસુલભાઇ પલેજા (25) ને સારવાર માટે લઇ ગયા હતા.