Morbi,તા.11
ઠંડીનું જોર વધતા જ તસ્કર ટોળકી બેફામ બની છે ઠેર ઠેર તસ્કરો કેમેરામાં કેદ થઇ રહ્યા છે નાગરિકોની સલામતી માટે શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ છતાં તસ્કરોને પોલીસનો કોઈ ભય ના હોય તેમ વિવિધ વિસ્તારમાં આંટાફેરા કરતા જોવા મળી રહયા છે
મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં તસ્કરો આંટા ફેરા કરતા જોવા મળ્યા હતા અગાઉ અન્ય સ્થળોએ ચોર તસ્કરોના આંટાફેરા બાદ હવે ક્રિષ્નાનગર સોસાયટીમાં તસ્કરો જોવા મળ્યા હતા સોસાયટીમાં લગાવેલા કેમેરામાં તસ્કરો કેદ થયા હતા સોસાયટી ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કેમેરા મુકેલા છે છતાં તસ્કરોને કોઈ ફર્ક પડતો ના હોય તેમ મન પડે તે વિસ્તારમાં ઘુસી જતા હોય છે અને પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે હાલ કોઈ ચોરી થઇ ના હોય જેથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ મોરબીની બહાદુર પોલીસ ચોરીની ફરિયાદ નોંધાઈ તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે