Morbi,તા.30
મોરબી જીલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે બપોરથી મેઘ મહેર વરસી હતી અને ધીમી ધારે મોરબીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત હળવદ, ટંકારા અને વાંકાનેરમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા
મોરબી જીલ્લામાં આજે મેઘ મહેર જોવા મળી હતી જેમાં બપોરે ૨ થી સાંજે ૬ સુધીમાં મોરબીમાં ૧૨ મીમી, વાંકાનેરમાં ૦૨ મીમી, હળવદમાં ૦૫ મીમી અને ટંકારામાં ૦૬ મીમી વરસાદ નોંધાયો હતો મોરબીમાં વરસાદને કારણે શક્તિ પ્લોટ ૫ શેરીના નાકા પાસે પાણી ભરાયેલા હતા ત્યારે ગટરના ખાડામાં કાર ફસાઈ હતી થોડા વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે