Morbi,તા.11
ડીફોલ્ટરોની યાદી જાહેર કરી નોટીસ આપવામાં આવી
મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવાના આપ્યા સંકેત
મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબત્તી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો તેમજ વ્યાજ અને નોટીસ ફી સહિતની બાકી રકમ વસુલ કરવા માટે માંગણા બીલો અને માંગણા નોટીસો બજવણી કરવા છતાં ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવામાં આવી ના હોય તેવા ડીફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ બીજી યાદીમાં વધુ ૧૮ ડીફોલ્ટરોની યાદી નગરપાલિકાએ જાહેર કરી છે
જેમાં વોરા અસગરઅલી અબ્બાસનો ૫ લાખથી વધુ, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્યનો ૪.૮૨ લાખ, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ તથા અન્ય ૨ નો ૪.૮૨ લાખ, પટેલ ગોવિંદભાઈ નરસીભાઈનો ૪.૭૭ લાખ, જનકબેન હસમુખરાયનો ૪.૫૪ લાખ, જીતેન્દ્ર પાનાચંદનો ૪.૪૫ લાખ, તવસી પોપટનો ૪.૨૪ લાખ, કરમશી ખોડાનો ૪.૧૭ લાખ, પટેલ યોગેશ સુંદરજી તથા અન્યનો ૪.૧૧ લાખ, પરમાર મનજીભાઈ મુલજીભાઈનો ૪ લાખથી વધુ, ઓમ બિલ્ડર્સના કાથરાણી અશોકભાઈ લાલજીભાઈ તથા અન્ય ૧ નો ૪ લાખથી વધુ, રૂડાણી છોટાલાલ પરમાનંદ, રૂડાણી મનહરલાલ છોટાલાલનો ૪ લાખથી વધુ, મહેતા નાથાભાઈ શામજીનો ૩.૯૭ લાખ, જય ભારત ટાઈલ્સનો ૩.૯૫ લાખ, મહેતા પ્રવીણચંદ્ર હરીલાલનો ૩.૬૮ લાખ, મનહર ટાઈલ્સનો ૩.૬૮ લાખ તેમજ દિનુભાઈ દેવ્કારનભાઈ, મીરાં ગાલીયા ટાઈલ્સનો ૩.૬૫ લાખનો વેરો બાકી છે
જે ૧૮ ડીફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે અને ડીફોલ્ટર લીસ્ટ જાહેર નોટીસથી આપવામાં આવ્યું છે ત્યાબાદ પાલિકા દ્વારા મિલકત જપ્તી સહિતની કામગીરી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યું છે