Morbi,તા.27
ટીંબડી ગામની સીમમાંથી પોલીસે કારમાં દેશી દારૂનો મોટો જથ્થો લઇ જતી કુખ્યાત મહિલા બુટલેગર સહિતના બે ઇસમોને ઝડપી લઈને ૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામની સીમમાંથી ઈનોવા કારને આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૫૦૦ લીટર કીમત રૂ ૧ લાખ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂનો જથ્થો અને કાર સહીત ૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ કારમાં સવાર આરોપી ઇસ્લામુંદીન અબ્બાસ જામ અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કાટિયા રહે બંને મોરબી વાળાને ઝડપી લીધા છે જે માલ આપનાર આરોપી મુસ્તક જામ રહે માળિયા વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે