Morbi તા.૨૩
આંદરણા અને નીચી માંડલ વચ્ચે રોડ પરથી ઇકો કારમાં પાડાના દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી લઇ જતા ત્રણ ઈસમોને ગૌરક્ષકોની ટીમે ઝડપી લીધા હતા જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબીના બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ રૂન્જાએ આરોપીઓ ભૂદર ભાલુભાઈ સલાટ, માલદેવ ભગતભાઇ મદારી અને ગેલાભાઈ સેલુભાઈ ઘેરા રહે ત્રણેય હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ પોતાની ઇકો કારમાં પાડા નંગ ૦૧ જીવને દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે