Morbi તા.30
ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક કારખાનાની ગટરમાં પડી જતા એક વર્ષની બાળકીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં માસૂમનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ લક્ષ્ય સિરામિક કારખાનામાં રહીને મજુરી કરતા બુધાસિંગની ૧ વર્ષની દીકરી રૂહી ગત તા. ૨૯ ના રોજ કારખાનામાં રમતા રમતા ગટરમાં પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે