Morbi,તા.20
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરનાર આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
ગત તા. ૨૮-૧૦-૨૦૨૪ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી પશ્ચિમ બંગાળ ખાતે હોવાની બાતમી મળતા ટીમ બનાવી પશ્ચિમ બંગાળ તપાસ કરતા આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના ઘનશ્યામ મન્ના (ઉ.વ.૨૦) રહે પશ્ચિમ બંગાળ વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે