Morbi,તા.11
નીચી માંડલ ગામ નજીક પગ લપસતા ૧૫ વર્ષનો સગીર કેનાલના પાણીમાં પડ્યા બાદ પાણીમાં ડૂબી જતા મોત થયું હતું
હાલ નીચી માંડલ ગામે રહેતા સુભાષ પ્રભુ નીનામા (ઉ.વ.૧૫) નામનો સગીર ગત તા. ૧૦ ના રોજ બપોરના સુમારે નીચી માંડલ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે કુદરતી હાજતે ગયો હતો અને પગ લપસતા પાણીની કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે