Morbi,તા.30
લખધીરપુર રોડ પર નાઈટ શિફ્ટમાં કામ કરતા યુવાનનું અગમ્ય કારણોસર મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ઓકટીવા સિરામિકમાં રહીને કામ કરતા વિક્રમસિંગ મહેન્દ્રસિંગ (ઉ.વ.૩૪) નામના યુવાન ગત તા. ૨૯ ના રોજ ફેકટરીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે